(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain | Bhupendra Patel | 7 જિલ્લામાં વરસાદે મચાવી તબાહી, મુખ્યમંત્રીએ મેળ્યો સ્થિતિનો તાગ
Monsoon Update: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, આને લઇને હવે રાજ્યમાં કેટલાક જિલ્લાઓની સ્થિતિ એકદમ વિકટ બની છે. જળબંબકાર અને નુકસાનની જોતા આ તમામ જિલ્લાઓના કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી અને સતર્ક રહેવા અને યોગ્ય વ્યવસ્થા કરવા તાકીદ કરી છે.
ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગઇ ગયુ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં અત્યારે સાત જિલ્લાની સ્થિતિ એકદમ ખરાબ બની છે. આ સ્થિતિને લઇેન મુખ્યમંત્રીએ સાતેય જિલ્લાના કલેક્ટરો સાથે મોડી રાત્રે વાત કરી હતી. રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના મોરબી, કચ્છ, રાજકોટના કલેક્ટર સાથે વાત કરી હતી. સૌરાષ્ટ્રના ભાવનગર અને સુરેન્દ્રનગરના કલેક્ટર સાથે પણ વાત કરી હતી, તેમજ ભરૂચ અને ડાંગના કલેક્ટર સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરીને સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ વાતચીતમાં મુખ્યમંત્રીએ કલેક્ટરોને હવામાન વિભાગની આગાહીને પગલે સતર્ક રહેવા તાકિદ કરી હતી. નાગરિકોને નુકસાન ના થાય તેનુ ધ્યાન રાખવા પણ કલેક્ટરને તાકિદ કરાઇ અને આ ઉપરાંત જિલ્લામાં પશુધનની પણ સલામતી અને રક્ષણની વ્યવસ્થા કરવા ખાસ સૂચન કરવામા આવ્યુ છે.