Mahisagar Rain: કડાણામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, ભારે વરસાદથી નદી-નાળા છલકાયા
Mahisagar Rain: કડાણામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, ભારે વરસાદથી નદી-નાળા છલકાયા
મહીસાગરના કડાણા અને સંતરામપુર તાલુકામાં અનરાધાર વરસાદ. કડાણા તાલુકામાં 2 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ. સંતરામપુર તાલુકામાં 2 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ. ભારે વરસાદથી કડાણા અને સંતરામપુરમાં જળબંબાકાર. સંતરામપુર શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ.
મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણામાં આભ ફાટ્યું . કડાણા તાલુકામાં બે કલાકની અંદર ચાર ઇંચ કરતાં વધુ વરસાદ . સંતરામપુર તાલુકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ . સંતરામપુર અને કડાણામાં ધોધમાર વરસાદને લઈને માર્ગો થયા પાણી પાણી. સંતરામપુર શહેરમાં વરસાદને લઈને ગોધરા ભાગોળ વિસ્તાર બસ સ્ટેન્ડ વિસ્તાર વાડી વિસ્તાર જુમ્મા મસ્જિદ વિસ્તાર સહિતના બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા . સંતરામપુરમાં ભારે વરસાદને લઈને જનજીવન ઉપર પડી રહી છે તેની અસર.


















