Nadiad News: નડિયાદ મનપામાં મારામારીના કેસમાં નવો વળાંક, જામીન પર છુટ્યા બાદ રાજુ રબારી ભાજપમાં જોડાયા
11 સપ્ટેમ્બરે નડીયાદ મહાનગરપાલિકામાં થયેલ મારામારીના કેસમાં આવ્યો છે મોટો નાટકીય વણાંક. પહેલા 11 સપ્ટેમ્બરે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર મારામારીના આ દ્રશ્યો જુઓ.. શહેર કૉંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને કૉંગ્રેસના માલધારી સેલના પ્રમુખ રાજુ રબારી સહિતના કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર મારામારી થઈ.. જેમાં શહેર કૉંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને રાજુ રબારી સહિતના લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ હતી.. જો કે જામીન મળતા જ રાજુ રબારી પોતાના 50 જેટલા સમર્થકો સાથે આજે ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે.. રાજુ રબારીએ ભાજપના જિલ્લા મહામંત્રી અમિત ડાભી, ભાજપ શહેર પ્રમુખ વિરાગ શાહ, પૂર્વ પ્રમુખ તેજસ પટેલ અને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પરીન બ્રહ્મભટ્ટની હાજરીમાં કૉંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો.. રાજુ રબારીના ભાજપમાં જોડાતા ખેડા જિલ્લામાં માલધારી સમાજમાં ભાજપની પકડ વધુ મજબુત બનશે..
















