Kutch Rain Forecast : કચ્છ જિલ્લામાં આગામી 3 માટે વરસાદનું રેડ એલર્ટ, જુઓ અહેવાલ
Kutch Rain Forecast : કચ્છ જિલ્લામાં આગામી 3 માટે વરસાદનું રેડ એલર્ટ, જુઓ અહેવાલ
Rain Forecast: હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન કચ્છને મેઘરાજા રાતથી ઘમરોળી રહ્યાં છે. આગામી ત્રણ કલાક કચ્છ જિલ્લા માટે ભારે છે.કચ્છ જિલ્લામાં આગામી 3 કલાક વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભુજ ગ્રામ્યમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસતા માનકુવા અને આસપાસના ગામમાં જળમગ્ન બન્યા છે. ભારે વરસાદથી માનકુવાના માર્ગો બેટમાં ફેરવાયા છે. કચ્છના નખત્રાણાના દનણા ગામનું તળાવ ઓવરફ્લો થયો છે. પહેલા જ વરસાદમાં દનણા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
કચ્છના નખત્રાણાના મોડી રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. સવારના 4 થી 6 માં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદથી નખત્રાણા પાણી પાણી થયું હતું. તાલુકાના ગ્રામ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની બજારો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નખત્રાણા-ભૂજ સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની કેટલીક ખાનગી શાળાઓએ સલામતીના ભાગરૂપે આજે રજા જાહેર કરી હતી.
કચ્છ જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાપર, માંડવી અને મુંદ્રા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભૂજ, ખાવડા, રાપર અને વાગડ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. રાપરના ગેડી, સઈ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ખાવડાના કોટડા, ધ્રોબાણા, માંડવીના રાજપર, પદમપૂર, ભૂજના સુખપર, માનકુવા સહિતના ગામમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ભૂજમાં મોટા બંધમાં પાણીની આવક થઇ રહી છે.ભારે વરસાદથી કચ્છના નખત્રાણામાં નદી-નાળામાં પાણીની આવક થઇ રહી છે. નખત્રાણાના દેવીસર તળાવમાં પાણીની સતત આવક થઇ રહી છે. દેવીસર ગામની ભુખી નદી તોફાની બની હતી. ભારે વરસાદથી નખત્રાણાની કેટલીક શાળામાં રજા જાહેર કરાઇ હતી.


















