Paresh Goswami: કાળઝાળ ગરમીથી જલદી મળશે રાહત! પરેશ ગોસ્વામીની રાહત આપનારી આગાહી
રાજ્યમાં તાપમાનને લઈને રાહતના સમાચાર છે.. રાજ્યમાં 2 દિવસ બાદ ગરમીમાં રાહત મળશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 2 દિવસ બાદ ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે. જો કે હજુ આવતીકાલે અને પરમ દિવસે એટલે કે 24 મે અને 25 મે તાપમાન ઉંચુ રહેશે તેવું પણ તેમણે જણાવ્યું..
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હજુ પણ ભીષણ ગરમી જોવા મળશે. 2024 વર્ષ દરમિયાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ ગરમ જોવા મળ્યો છે. એપ્રિલ મહિનો સંપૂર્ણ ગરમ જોવા મળ્યો. 29 એપ્રિલના દિવસે એકદોકલ વિસ્તારમાં તાપામાન 45 ડિગ્રી કરતા વધુ જોવા મળ્યું હતું. 2, 3 અને 4 મે ના રોજ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધીનુ રહેવાની શક્યતા છે. રાજકોટ , અમરેલી ,અમદાવાદ , નડિયાદ , કપડવંજ , ઈડર , ખેડબ્રહ્મા ,હિમતનગર અને કચ્છના અમુક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ ગરમીની શક્યતા છે. મે મહિનામાં પણ વર્ષોના રેકોર્ડ તૂટે તેવી ગરમી પડવાની શક્યતા છે. મતદાનના દિવસે પણ ગુજરાતમાં ભીષણ ગરમીના શક્યતા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે.