PM Modi In Dahod : દાહોદમાં મોદીએ 20 હજાર કરોડના વિકાસર્યોની આપી ભેટ, ઈલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનના પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ
દાહોદમાં કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બાદ હવે દાહોદ પહોંચ્યા છે, પીએમ મોદી દાહોદમાં આજે 24 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. ઈલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપશે, આ પ્રસંગે દાહોદમાં પીએમ મોદી સાથે રેલવે મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં છે. હાલમાં પીએમ મોદી નવ નિર્મિત પ્લાન્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે. પીએમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે.
વડોદરમાં પીએમ મોદીનો ભવ્ય રૉડ શૉ
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી આજે પહેલા વડોદરામાં આવ્યા છે. જેના કારણે વડોદરામાં દિવાળી જેવો માહોલ છવાયો છે. વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ શો અને એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિમીનો રોડ શો કરી રહ્યા છે. રોડ શોનો રૂટ ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. મહિલાઓ આ રોડ શોમાં માથે સિંદૂર ભરીને જોડાઈ રહી છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. વડોદરામાં અલગ અલગ 15 સ્ટેજ પર દેશભક્તિની થીમ જોવા મળી રહી છે, આ સાથે બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ, જેટની પ્રતિકૃતિ મુકાઈ છે તો મહિલાઓ સિંદૂરી રંગની સાડી પહેરી વડાપ્રધાનને આવકારશે. આ રોડ શોમાં 30 હજારથી વધુ મહિલાઓ સિંદૂરી રંગની સાડી પહેરીને આવી પહોંચી છે.


















