Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ઉકેલી નાંખ્યો ભેદ. નવ દિવસની તપાસ બાદ ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી. પોલીસે બે સગા ભાઈ રામજી ઉર્ફે બાલો સોલંકી, આશિષ ઉર્ફે બાવ, અનિલ ઉર્ફે અનકો સોલંકી અને મધ્ય પ્રદેશના જાબવાનો મીઠ્ઠુ મુહવા નામના ચાર આરોપીને ઝડપી પાડ્યો.. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપી બાલા મૃતક ચકુભાઈ રાખોલીયાના ખેતરમાં ખેત મજૂરી કરતો હતો.. ચકુભાઈ પત્ની કુંવરબેન સાથે એકલા રહેતા હોવાનું જાણતો હતો. તેથી જ 17 જુલાઈની રાત્રે ચારેય આરોપી દીવાલ કુદીને ઘરમાં ઘુસ્યા હતા. જ્યાં ચકુભાઈ જાગી જતા મુખ્ય આરોપી બાલાને ઓળખી ગયા હતા.. પકડાઈ જવાના ડરથી બાલાએ સાગરીતો સાથે મળીને ચકુભાઈ અને કુંવરબેનની હત્યા કરી. સાથે જ ઈલેક્ટ્રીક સગળી સહિતનું એક બોક્સ લઈને ફરાર થઈ ગયા હતા.. પોલીસે તપાસ કરીને આખરે ચારેય આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે..


















