Junagadh Farmer: જૂનાગઢ જિલ્લામાં વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ
છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જુનાગઢ જિલ્લામાં મગફળી, સોયાબીન અને કપાસ જેવા તૈયાર પાક વરસાદથી બગડી જતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. મેંદરડા તાલુકાના ખડપીપળી સહિતના ગામોમાં ખેડૂતો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે
જૂનાગઢ જિલ્લામાં વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ. મગફળી, સોયાબીન અને કપાસ સહિતના તૈયાર પાકને નુકસાન થયું છે. મેંદરડા તાલુકાના ખડપીપળી સહિતના ગામોમાં ખેડૂતો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે. ખેડૂતોએ એક વિઘામાં 12 હજારથી વધુનો ખર્ચ કર્યો..પરંતુ સતત વરસાદના કારણે પાક નષ્ટ થયો છે...ખેડૂતોનો આરોપ છે કે પાક નુકસાનનો સર્વે કચેરીઓની ચાર દિવાલમાં પૂરતો સીમિત રહે છે...છેવાડાના જરૂરિયાતમંદ ખેડૂતો સુધી સહાય ક્યારેય પહોંચી જતી નથી...જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરે પણ સરકારને તાત્કાલિક પાક નુકસાનનો સર્વે હાથ ધરવા રજૂઆત કરી છે...જો કે અધિકારીઓએ નુકસાનની વાત ઉડાવી કાઢતા હોવાનો ખેડૂતોનો આરોપ છે...

















