Rashtriya Ekta Diwas: કેવડિયામાં રાષ્ટ્રીય એકતા પરેડ દિવસની ભવ્ય ઉજવણી | Abp Asmita
Rashtriya Ekta Diwas: કેવડિયામાં રાષ્ટ્રીય એકતા પરેડ દિવસની ભવ્ય ઉજવણી
શપથગ્રહણ બાદ યુનિટી ડે પરેડનો પ્રારંભ થયો હતો. પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસ જવાનો 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ટુકડીઓ, NCC કેડેટ્સ અને માર્ચિંગ બેન્ડ સાથે 16 માર્ચિંગ ટુકડીઓ સામેલ છે. આ પરેડનું આકર્ષણ વધારવા NSGની હેલ માર્ચ ટુકડી, BSF અને CRPFના પુરુષ અને મહિલા બાઇકર્સની રેલી, BSF જવાનો દ્વારા માર્શલ આર્ટનું પ્રદર્શન, શાળાના બાળકોનો પાઇપ બેન્ડ શો અને ઇન્ડિયન એરફોર્સનો 'સૂર્ય કિરણ' ફ્લાયપાસ્ટ જેવા અદભૂત કાર્યક્રમ પણ સામેલ કરવામાં આવ્યા હતા.
મોદીએ એકતા દિવસ પર શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું સત્ય નિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પૂરો પ્રયાસ કરીશ.