Union Budget 2025: રોડ ટેક્સથી લઈને GST સુધી, એક કાર ખરીદવા માટે તમે સરકારને આપો છો આટલા પૈસા
Car Tax Calculation: મોટાભાગના કાર ખરીદનારાઓને એ પણ ખબર નથી હોતી કે તેઓ કાર ખરીદતી વખતે સરકારને કેટલો ટેક્સ ચૂકવે છે. અહીં અમે તમને કાર પર લાગતા ટેક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Car Tax Calculation: કાર ખરીદવી એ દરેકનું સ્વપ્ન હોય છે. જ્યારે પણ તમે નવી કાર ખરીદો છો, ત્યારે તમારે ઘણી રીતે ટેક્સ ચૂકવવો પડે છે. એટલું જ નહીં, તમારી પાસેથી અનેક પ્રકારની ફી પણ લેવામાં આવે છે જે અલગ-અલગ રાજ્યો પ્રમાણે બદલાય છે. આજે અમે તમને જણાવીશું કે કાર ખરીદતી વખતે તમે સરકારને પરોક્ષ રીતે કેટલો ટેક્સ ચૂકવો છો.
કાર પર કેટલો ટેક્સ લાગે છે?
પહેલા વાત કરીએ એક્સ-શોરૂમ કિંમત (Ex-showroom price) વિશે... આ તે કિંમત છે જે કાર ઉત્પાદક કંપની પાસેથી ડીલર સુધી પહોંચે છે. એક્સ-શોરૂમ કિંમતમાં કારની કિંમત અને ડીલર કમિશનનો સમાવેશ થાય છે. બીજું, તમારે કાર ખરીદવા માટે રોડ ટેક્સ પણ ચૂકવવો પડે છે, જે રાજ્ય દર રાજ્યમાં બદલાય છે. ત્રીજું, કાર પર નોંધણી (Registration) ફી વસૂલવામાં આવે છે. જે રાજ્ય સરકાર, કારના પ્રકાર અને એન્જિન ક્ષમતા અનુસાર બદલાય છે.
Motor Vehicle Tax પણ વસૂલવામાં આવે છે
આ ઉપરાંત, કાર પર મોટર વાહન કર (Motor Vehicle Tax) પણ વસૂલવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા કાર પર એક્સ-શોરૂમ કિંમત અને અન્ય ચાર્જ પર GST વસૂલવામાં આવે છે જે 18 ટકા અથવા 28 ટકા હોઈ શકે છે. તે સંપૂર્ણપણે કારના પ્રકાર પર આધાર રાખે છે.
આને ઉદાહરણ તરીકે જોઈએ
કેટલીક રાજ્ય સરકારો વધારાના શુલ્ક પણ વસૂલ કરી શકે છે જેમાં પાર્કિંગ શુલ્ક અને પર્યાવરણીય શુલ્કનો સમાવેશ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે મારુતિની ગ્રાન્ડ વિટારા કાર ખરીદો છો, તો આ SUV ના એક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 10 લાખ 61 હજાર 379 રૂપિયા છે. જો આ કિંમત પર 28% GST વસૂલવામાં આવે તો 2 લાખ 97 હજાર 186 રૂપિયા ઉમેરાય છે.
આ ઉપરાંત, કાર પર 17 ટકા સેસ પણ વસૂલવામાં આવે છે, જે 1 લાખ 80 હજાર 434 રૂપિયા થાય છે. આ ઉપરાંત, તેના પર 15389 રૂપિયા વધુ વસૂલવામાં આવે છે. એટલે કે, 10 લાખ 61 હજાર 379 રૂપિયાની કિંમતની કાર પર સરકારને 4 લાખ 96 હજાર રૂપિયા ટેક્સ તરીકે મળે છે.
આ પણ વાંચો....
Union Budget 2025: નીતીશ પર મહેરબાન મોદી સરકાર, ફરી એકવાર બિહાર માટે ખોલ્યો ખજાનો,નાયડુ રહી ગયા ખાલી હાથ!
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
