Gujarat Rain Update | રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Rain Update | રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Weather: રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહી મુજબ:
આજે (29 જૂન): બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની શક્યતા.
30 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.
1 જુલાઈ: પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.
2 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.
3 જુલાઈ: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.