શોધખોળ કરો

Gujarat Rain Forecast | ગુજરાતમાં આજે ક્યાં ક્યાં તુટી પડશે વરસાદ? જુઓ હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Rain Updates: રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. ઉત્તરથી લઇ દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો અને તારાજી પણ સર્જી છે. હવે ફરી એકવાર મેઘરાજા તાંડવ મચાવવા તૈયાર છે. ભારે ઉકળાટ બાદ આજથી આગામી દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધારદાર બેટિંગ કરશે. સળંગ બે દિવસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. 

હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. રાજ્યમાં આગામી 25 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવે લેટેસ્ટ આગાહીમાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે, આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. 

હવામાન વિભાગ અનુસાર, 20-21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઑગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમની સાથે ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જામનગર અને અમરેલીના ધારી તાલુકામાં 3-3 મિમી વરસાદ ખાબક્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં વાતાવરણમાં ઉકળાટ પછી ગાજવીજ સાથે સારો એવો વરસાદ ખાબક્યો છે. રાજ્યના કુલ 207 પૈકી 52 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના 38, કચ્છના છ, તો દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ છે.  206 પૈકી રાજ્યના 90 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે જેમાંથી પૈકી  90 ટકાથી વધુ ભરાયેલા 63 ડેમ હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 17 ડેમ એલર્ટ પર છે.  તો 70થી 80 ટકા ભરાયેલા 10 ડેમ વોર્નિંગ પર છે.                                

ગુજરાત વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget