Surendranagar News : દિવાળી ટાણે જ સુરેન્દ્રનગરમાં 2 ખેડૂતોના વીજ કરંટથી મોત, પરિવારમાં માતમ
Surendranagar News : દિવાળી ટાણે જ સુરેન્દ્રનગરમાં 2 ખેડૂતોના વીજ કરંટથી મોત, પરિવારમાં માતમ
સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ, વીજ કરંટ લાગવાના કારણે બે લોકોના મોત થયા છે. ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં બની છે. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મૂડીમાં ખેતરમાં કામ કરતા બે લોકોને અચાનક વીજ કરંટ લાગ્યો. ઝટકા મશીનમાં શોર્ટ લાગતા બંનેના મોત થઈ ગયા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સીમ વિસ્તારમાં ખેતરમાં રાત્રી દરમિયાન આ બે શક્ષો કામ કરતા હતા. તે કામ કરતા દરમિયાન ઝટકા મશીન મૂકવામાં આવ્યા હતા, તે મશીનના તારમાં પાવર સપ્લાય ચાલુ હોય છે. એક ખેડૂત પાવર સપ્લાયને અડી ગયો અને તેને શોર્ટ લાગ્યો. તેને બચાવવા માટે અન્ય ખેડૂત જવાથી તેને પણ શોર્ટ લાગ્યો અને બંનેના ઘટનાસ્થળે મોત થયા. હાલ મૂડી સરકારી હોસ્પિટલ ખાતે એ પીએમ માટે ખસેડવામાં આવે છે. પીએમ બાદ જ સાચી જાણ થશે કે શેના કારણે મોત થયું છે. હાલ તો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે મૃત્યુ થયું તેવું જાણવા મળી રહ્યું છે.