Junagadh Video Viral: જૂનાગઢમાં સિગારેટનો દમ મારતા મારતા સગીરને માર મારતો વીડિયો વાયરલ થયો
જૂનાગઢમાં સિગારેટનો દમ મારતા મારતા સગીરને માર મારતો વીડિયો વાયરલ થયો.. સાતથી આઠ સગીરો અન્ય એક સગીરને બેફામ અને બેરહેમીથી માર મારતો વીડિયો વાયરલ થયો.. અપશબ્દો બોલાવીને પટ્ટા વડે સાતથી આઠ સગીરો અન્ય સગીરને ઢોર માર મારી રહ્યા છે.. ભોગ બનનાર પીડિત પણ ડરીને બે હાથ જોડીને માર મારતા સગીરોની માફી માગતો વાયરલ વીડિયોમાં જોવા મળ્યો.. ઘટના બાદ ભોગ બનનાર સગીર અને તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી.. પીડિતનો આરોપ છે કે નવરાત્રિમાં આરોપીઓ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે વાતની અદાવતમાં મંડળી રચીને આરોપીઓ તેને રાજલક્ષ્મી પાર્ક નજીક લઈ ગયા હતા.. જ્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો.. સગીરના માતાની ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસે પાંચ સગીર સહિત સાત વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી..


















