પાલનપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા
બનાસકાંઠામાં (Banaskantha) ચાર ઈંચ વરસાદે (rain) પ્રશાસનના પ્રી મોનસૂનની પોલ ખોલી નાખી છે. પાલનપુરના ( Palanpur) અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. પાલનપુરની વૃંદાવન સોસાયટી, તિરૂપતિ સોસાયટી, આંબાવાડી વિસ્તાર, પાલનપુર સિવિલ હોસ્પિટલ સામે, કલેકટર કચેરી સામે પાણી ભરાયા હતા. સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાથી લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ બેચરપુરા, હરિપુર સહિતના સોસાયટીમા ઘરોમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં અંદાજીત 3થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. સ્થાનિકોનો આરોપ છે કે દર ચોમાસામાં પાણી ભરાય છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે પરંતુ વરસાદી પાણીની સમસ્યાનું કોઈ પણ સમાધાન પાલિકા કરી રહી નથી.
![Junagadh Corporation Result 2025 : કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, જુઓ શું છે સમગ્ર મામલો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/18/4434125322bd3113751ca2e014e1bebc173986954230773_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)