Weather Forecast | સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ યથાવત છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. આ પરિસ્થિતિને કારણે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સતર્ક બન્યા છે અને જરૂરી પગલાં લઈ રહ્યા છે. નાગરિકોને સાવચેત રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, ડીપ ડિપ્રેશન, ઓફશોર ટ્રફ અને મોનસૂન ટ્રફના કારણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને કચ્છ વિસ્તારમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 30 ઓગસ્ટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં યલો અલર્ટ રહેશે. 31 ઓગસ્ટે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં કચ્છ તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની પરિસ્થિતિ યથાવત હોવાથી રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
![Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/cef50b4fce730ca63753e8d6392c7bf617398073292221012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Hospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/d35de6d31589b3fb3222f1f7e4e0a24317397946134001012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat ST Nigam: એસટી નિગમના કર્મયોગીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/8717a52399d7f9a8326d0be4ca800c9317397917974981012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/342e51b37c7f2f9092ba458eeb3e137c17397244996561012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/cfe23cf7fcbfa3c5b7a83495bf1d54cb17397195917071012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)