Fire Breaks Out At Cracker Shop In Hyderabad : ફટાકડાની દુકામાં લાગી ભીષણ આગ, મચી અફરા-તફરી
તેલંગાણાની રાજધાની હૈદરાબાદ કે જ્યાં ફટાકડાની દુકાનમાં આગથી અફરાતફરી મચી ગઈ દુકાનમાં અચાનક આગ લાગી જે બાદ ફટાખડા ફૂટવાના પણ અવાજો આવવા લાગ્યા. થોડીવારમાં જ આગ વધુ પ્રસરી જેને લઈ એક બાદ એક વિસ્ફોટ પણ થવા લાગ્યા હતા. સુલતાન બજાર પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ ફટાકડાની દુકાનમાં આગ લાગવાની આ ઘટના બની. આગ લાગ્યા બાદ દુકાન માલિક અને કર્મચારીઓ ડરીને સ્થળ પરથી ભાગી ગયા હતા. જો કે આગે વિકરાર સ્વરૂપ ધારણ કરતા. દુકાનના નજીકના પાર્ક કરાયેલા ટુ વીલર પણ આ આગની જપેટમાં આવી ગયા. મળતી માહિતી મુજબ ફાર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ફાર વિભાગે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આખરી આક પર કાબુ મેળવ્યો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. સારા સમાચાર કહી શકાય પરંતુ પોલીસ પ્રશાસન અને ફાયર વિભાગે દુકાનદારોને ખાસ થકીદારી રાખવા માટેની સલાહ આપી છે.