PM Modi Canada Visit:G-7 સંમેલનમાં સામેલ થવા માટે પીએમ મોદી જશે કેનેડા, જાણો કોને આપ્યું આમંત્રણ?
PM Modi Canada Visit:G-7 સંમેલનમાં સામેલ થવા માટે પીએમ મોદી જશે કેનેડા, જાણો કોને આપ્યું આમંત્રણ?
પીએમ નરેન્દ્ર મોદીને G-7 માટે કેનેડાથી આમંત્રણ મળ્યું છે, ઘણા દિવસો સુધી સસ્પેન્સ હતું. પીએમએ પોતે એક્સ પર એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે તેમણે પોતાના તરફથી કેનેડાના પીએમનો આભાર માન્યો છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કાર્નીના ફોન અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપીને કહ્યું કે, ‘માર્ક કાર્નીનો મને ફોન આવ્યો અને તેમણે G7 શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું છે. અગાઉ એવી અટકળો હતી કે, બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હોવાથી બારત G7 શિખર સંમેલનમાં જોવા નહીં મળે. આ વખતે કેનેડા G7ની મેજબાની કરી રહ્યું છે.




















