Weather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યા
દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યા. મોનસૂન આંદામાન-નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે.. અને 31 મે સુધીમાં ચોમાસુ કેરળ પહોંચશે. ગયા વર્ષે પણ મોનસૂન 19 મેએ જ આંદામાન નિકોબાર પહોંચ્યું હતુ. પણ કેરળમાં નવ દિવસ મોડુ આઠ જૂન પહોંચ્યું હતુ. આ વર્ષે મોનસૂન સામાન્ય તારીખથી વહેલુ કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂને મોનસૂનનું આગમન થતુ હોય છે. જાહેર કરાયેલ તારીખ ચાર દિવસની વધઘટના અવકાશને જોતા 28 મેથી ત્રણ જૂન વચ્ચે ગમે ત્યારે મોનસૂન કેરળ પહોંચી શકે છે. ભારતીય હવામાનના અનુમાન મુજબ મધ્યપ્રદેશમાં 16થી 21 જૂનઅને રાજસ્થાનમાં 25 જૂનથી છ જુલાઈ સુધીમાં મોનસૂન પહોંચી શકેછે. યુપીમાં 18થી 25 જૂન અને બિહાર-ઝારખંડમાં 18 જૂન સૂધમાં મોનસૂન પહોંચી શકે છે. ગુજરાતમાં 19થી 30 જૂન વચ્ચે મોનસૂન દસ્તક દે તેવી શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદનું એલર્ટ જાહેર કરી દીધુ છે..