શોધખોળ કરો
મહેસાણામાંથી નકલી ચલણી નોટો પકડાઇ, રાજકોટથી ત્રણ આરોપીઓની કરાઇ ધરપકડ
મહેસાણામાંથી પકડાયેલી નકલી નોટોનું રાજકોટ કનેકશન સામે આવ્યું છે. મહેસાણાના એક વેપારી HDFC બેંકમાં નાણા ભરવા ગયા હતાં ત્યારે 200ના દરની તમામ 100 નોટો નકલી હોવાનું સામે આવ્યું હતું. વેપારીને માલની ખરીદી માટે અપાયેલી આ 200ના દરની 100 નકલી નોટો રાજકોટના લોકોએ આપી હોવાનું સામે આવ્યું હતું. બેંકે તમામ નોટ નકલી હોવાનું કહેતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મહેસાણા SOG પોલીસે રાજકોટથી નકલી નોટોનો કારોબાર ચલાવતા ત્રણ આરોપીની પ્રિટીંગ મશીન સાથે ધરપકડ કરી હતી.
આગળ જુઓ





















