Rajkot Child Death : જેતપુરમાં પાણીની ટાંકીમાં પડી જતાં 10 મહિનાના બાળકનું મોત, જુઓ અહેવાલ
Rajkot Child Death : જેતપુરમાં પાણીની ટાંકીમાં પડી જતાં 10 મહિનાના બાળકનું મોત, જુઓ અહેવાલ
જેતપુરમાં પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું છે. બાળકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. જિથુડી સિમ વિસ્તારમાં ખેત મજુરનું નાનું બાળક રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા મોત નીપજ્યું છે. મહીસાગર જિલ્લાના વતની જેતપુર જીઠુડી પાસે મજૂરી કામ અર્થ આવેલ ત્યારે પરિવાર વાડી માં કામ કરી રહેલ ત્યારે નાનું બાળક રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા મોત નીપજ્યું છે.
દસ મહિનાના બાળકનું કુંડીમાં પડી જવાથી મોત નીપજ્યું છે. બાળકને સરકારી હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કરતા પરિવારમાં શોક ફેલાયો છે. જેતપુર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે.





















