Rajkot Premvati Restaurant : રાજકોટની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી ઇયળ નીકળી
Rajkot Premvati Restaurant : રાજકોટની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી ઇયળ નીકળી
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકે મચાવ્યો હોબાળો.. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના રેસ્ટોરન્ટના શાકમાં ઈયળ નીકળ્યાનો આરોપ લગાવીને ગ્રાહકે હોબાળો મચાવ્યો.. પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલકો પર ગંભીર આરોપ લગાવતા ગ્રાહકે બીજી વખત ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આરોપ લગાવ્યો.. ગ્રાહકે તાત્કાલિક કાઉન્ટર પર જઈને રોષ વ્યક્ત કર્યો.. વીડિયોમાં સ્પષ્ટ જોવાઈ શકાય છે કે ગ્રાહક ખુબ જ ગુસ્સામાં છે અને રેસ્ટોરન્ટના સ્ટાફ સામે આરોપ કરી રહ્યા છે.. ગ્રાહકે તો ત્યાં સુધી કહી દીધુ કે આટલી મોટી પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટમાં આવી રીતે ઈયળવાળુ ભોજન પીરસાવવુ એ અક્ષમ્ય બેદરકારી ગણાય..
રાજકોટની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો અનેશાકમાં ઈયળ નીકળ્યાનો ગ્રાહકે આરોપ લગાવ્યો હતો. રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે ગ્રાહકની ઉગ્ર બોલાચાલી. બીજી વખત ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આરોપ.





















