Rajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક
Rajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક
ધોરાજી ગ્રામ્ય પંથક માં સારા વરસાદ ને લઈ ભાદર 2 ડેમ માં પૂસકળ પાણી ની આવક, ભાદર 2 ડેમ સાઈટ વિસ્તાર માં ભારે વરસાદ ને લઈ ડેમ ઓવરફ્લો, ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો, ડેમ ના ઉપર વાસ થી 575 ક્યુસેક પાણી ની આવક સામે 656 ક્યુસેક પાણી ની જાવક, ભાદર 2 ડેમ નો એક દરવાજો અડધો ફૂટ ખોલતા નીચાણ વાળા વિસ્તાર ઉપલેટા કુતિયાણા માણાવદર. રાણાવાવ થી પોરબંદર સુધી ના ભાદર નદી કાંઠા વિસ્તાર ના લોકો ને નદીના પટ માં અવર જ્વર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવા માં આવી, ભાદર 2 ડેમ ઓવર ફ્લો થતા ધોરાજી તેમજ ગ્રામ્ય પંથક માં મેઘરાજા એ પ્રથમ રાઉન્ડ માંજ પીવાના પાણી નો પ્રશ્ન હલ કર્યો, ભાદર 2 ડેમ ઓવર ફ્લો થતા ધોરાજી ઉપલેટા કુતિયાણા સહિત ઘેડ પંથક માં ખેડૂતો ને સિંચાઈ ના પાણી નો મળી શકશે લાભ.