(Source: ECI/ABP News/ABP Majha)
Ahir Samaj Protest | આહીરા હજામ સમાજે પોતાને આહીર ગણાવતા સર્જાયો વિવાદ, આહીર સમાજે શું કરી રજૂઆત?
Ahir Samaj Protest | રાજકોટ આહીરા હજામ સમાજના લોકો પોતાને આહીર ગણાવતા વિવાદ શરૂ થયો છે.રાજકોટ આહિર સમાજના લોકોએ કલેકટર તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું.અમુક લોકો આહીર સમાજને મળતી અટકનો ઉપયોગ કરી પોતાને આહીર બતાવવામાં આવે છે.અમદાવાદના જેન્તીભાઈ નામના વ્યક્તિએ હજામ સમાજએ આહીર સમાજનો ભાગ હોવાનું કહેતા વિવાદ શરૂ થયો છે.હજામ સમાજના કેટલાય લોકો ખોટા સર્ટિફિકેટના આધારે આહિર બની ગયા છે.રાજ્ય સરકાર હજામ સમાજ ઉપર પગલાં નહીં લેતો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.આહીર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ પણ લેટર પ્રસિદ્ધ કર્યો છે કે જેમાં આહિરા હજામ સમાજએ આહીર સમાજમાં આવતો નથી..ઉલ્લેખનીય છે કે ગત તારીખ 1 જાન્યુઆરીમાં રોજ આહીર હજામ સમાજએ પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.અમે આહીરા હજામ સમાજને આહીર સમાજમાં સમાવવા માટેની માગણી કરી હતી..