Rajkot TRP Game Zone Fire: ગેમઝોન અગ્નિકાંડને લઈ વધુ એક મોટો ખુલાસો
રાજકોટના TRP ગેમ ઝોનમાં મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. પેટ્રોલ ડિઝલના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ગેમઝોનમાં સપોર્ટ કારની એક્ટિવિટી માટે પેટ્રોલનો જથ્થો રાખવામાં આવતો હતો. ગેમઝોનમાં જનરેટર માટે ડીઝલનો જથ્થો રાખવામાં આવતો હતો. જ્વલનશીલ પદાર્થ રાખવા માટે યોગ્ય વ્યવસ્થાના બદલે કેરબા ભરીને રાખતાં હતાં. આગ લાગતાં કેરબામાં ભરેલું પેટ્રોલ ડીઝલ એક સાથે સળગી ઉઠ્યું હતું.
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 28 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.



















