Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી, ટીબી વોર્ડમાં વૃદ્ધ દર્દીનું મોં બળ્યુ
રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારીનો પર્દાફાશ. સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં બે દિવસ અગાઉ વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર્દીનું મોં સળગી ગયુ.. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં રહેતા મોહમ્મદ હુસેન અલ્લારખા નામના વૃદ્ધ દર્દી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ત્યારે જ વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર્દીના મોં ગંભીર રીતે દાઝી ગયુ હતુ.. ઘટનાના બે દિવસ વિત્યા છતા સિવિલ હોસ્પિટલ પ્રશાસને સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો.. બેદરકારી છુપાવવા માટે જવાબદારોએ પોલીસ ચોકીમાં કોઈ નોંધ પણ ન કરાવી.. એટલુ જ નહીં ટીબી વોર્ડમાં સીસીટીવી કેમેરા પણ નહોતા.. ઘટના બન્યાના બે દિવસ બાદ વૃદ્ધ દર્દીની તસવીરો સામે આવતા આરોગ્ય વિભાગે પણ તપાસ શરૂ કરી છે.. તો ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ અને ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ મીડિયાથી ભાગતા જોવા મળ્યા.. ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર હર્ષદ દુસરા જવાબ આપવાને બદલે મીડિયાકર્મીઓને સાંજે આવવાનું રટણ કરતા રહ્યા. બીજી તરફ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડીની વાત કરી.. ખાનગી એમ્બ્યુલન્સવાળાને ફાયદો કરાવવા સરકારી એમ્બ્યુલન્સનો જાણી જોઈને ઉપયોગ ન કરાતો હોવાનો રામભાઈ મોકરીયાએ આરોપ લગાવ્યો. સાથે જ પોતે જાતે તપાસ કરીને તમામ સમસ્યાનો હલ લાવવાની ખાતરી આપી..
















