Amit Chavda : બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી મામલે રાજનીતિ , અમિત ચાવડાએ શું કર્યા પ્રહાર?
Amit Chavda : બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી મામલે રાજનીતિ , અમિત ચાવડાએ શું કર્યા પ્રહાર?
વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ abp asmita સાથે વાત કરી.. પાકિસ્તાન સામેની કાર્યવાહીમાં અમારો પક્ષ સરકારની સાથે છે.. ગુજરાત સરકાર દ્વારા બાંગ્લાદેશીઓને પકડવાનો મામલો. રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ આવી ઘટનાઓ બને ત્યારે જ કામગીરી કરે છે.. બાંગ્લાદેશીઓ ગુજરાત કે દેશ સુધી પહોંચે છે કઈ રીતે તે સૌથી મોટો સવાલ.. આવી ઘટના બને ત્યારે જ કેમ કાર્યવાહી કરો છો? પહેલા પણ થઈ શકતી હતી.
અમદાવાદ પોલીસે ગેરકાયદે વસવાટ કરનાર પર સ્ટ્રાઈક કરીને આજે 890 જેટલા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ડિટેઇન કરાયેલા વ્યક્તિઓનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિટેઇન કરાયેલા વ્યક્તિઓ પાસેના પુરાવાઓની ચકાસણી દરમિયાન પોલીસ અને બાંગ્લાદેશી મહિલાઓ વચ્ચે વિવાદ વિરોધ સર્જાતા ઘર્ષણ સર્જાઇ હતું. પુરાવાઓ કેવી રીતે અને કોની પાસેથી બનાવ્યા એની તપાસ થશે. કેટલાક બાંગ્લાદેશીઓ પાસે દસ્તાવેજી પુરાવા ન હોવાના કારણે ડિજિટલ વેરિફિકેશન કરવામાં આવશે. ડિજિટલ વેરિફિકેશન કરાવવા માટે સાયબર ક્રાઇમ ઓફિસ લઈ જવામાં આવ્યા છે. જો કે વેરિફિકેશન દરમિયાન બોલાચાલી બાદ બાંગ્લાદેશી મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
બાંગ્લાદેશીના પરિવારોએ ક્રાઈમ બ્રાન્ચની બહાર હલ્લાબોલ કર્યો હતો.




















