Rajkot fake pesticide Factory : રાજકોટમાં જંતુનાશકની નકલી દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
રાજકોટ જિલ્લામાં જંતુનાશકની ડૂપ્લીકેટ દવા બનાવતી ફેક્ટરીનો થયો પર્દાફાશ. એસઓજીની ટીમે લોધિકાના કાંગશિયાળી ગામમાં ફેક્ટરીમાં દરોડા પાડ્યા. જ્યા જંતુનાશકની નકલી દવા બનાવી તેના પર અલગ અલગ કંપનીના નામના સ્ટીકર લગાવી ખેડૂતોને વેચતા હોવાનો ખુલાસો થયો છે..ગ્લોબલ ઈંડસ્ટ્રીયલમાં પ્લોટ નંબર 11ના શેડમાં યુનાઈટેડ ફોસ્ફરસ લીમીટેડ, સીજેંટા ઈંડિયા પ્રાઈવેટ લીમીટેડ, બાયર ક્રોસાઈસ વગેરે કંપનીના ડુપ્લીકેટ સીટકર બનાવી દવાનું વેચાણ થતું હોવાની એસઓજીને ફરિયાદ મળી હતી. જેના આધારે દરોડા પાડતા જ નકલી દવા બનાવતી ફેક્ટરીનો ભાંડાફોડ થયો. પોલીસની ટીમ પહોંચી ત્યારે ફેક્ટરીનો સંચાલક દર્શન જયેશ ગઢાદરા પણ મળી આવ્યો. આ ઉપરાંત સ્ટીકર, દવામાં મિક્સ કરાતી વસ્તુઓ સહિત 7 લાખ 75 હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો.




















