Rajkot Rain: રાજકોટમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર, પોપટપરા નાળુ પાણીમાં ગરકાવ
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી.. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં જોરદાર વરસાદ વરસ્યો.. રાજકોટ શહેરના લીમડા ચોક, રેસકોર્ષ, પોપટપરા, ત્રિકોણબાગ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદે ફરી એકવાર મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂનની કામગીરી પાણીમાં ધોવાતી જોવા મળી. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી કેટલાક વિસ્તારોના રોડ-રસ્તા જળબંબાકાર થયા.. પોપટપરાનું ગરનાળું ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો હાલાકી ભોગવતા જોવા મળ્યા.. ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરીને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.. રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તાર, ગોંડલ, લોધીકા, કોટડા સાંગાણી, પડધરીમાં પણ વરસાદ વરસ્યો..
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસ્યો ધોધમાર વરસાદ.. સારા વરસાદને પગલે ખાખી જાળીયામાં રૂપાવટી નદીના પાણીથી ખેતરો બેટમાં ફેરવાય ગયા.. ખાખી જાળીયા ગામના સીમ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાતા મગફળી, સોયાબીન સહિતનો પાક પણ પાણીમાં ગરકાવ થયો.. પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માગ કરી.. ન માફ ખાખી જાળીયા, મોટી પાનેલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું..




















