Rajkot Game Zone Fire | Gopal Italia | રાજકોટ આગકાંડ | પોલીસે નોંધેલી FIR સામે શું ઉઠાવ્યા સવાલ?
રાજકોટમાં જે ઘટના બની તે દુર્ભાગ્ય પૂર્ણ. તમામ મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. અનેક વાર આવી ઘટનાઓ બનતી જોવા મળે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ બની છે. આરોપીઓને સજા મળી હોય તેવું જોવા મળતું નથી. પૂરતો ન્યાય મળે તેવી આપ માંગ કરી રહ્યું છે. આખી ઘટનાના મૂળ આરોપી રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ છે. 4 વર્ષથી આવું ભયજનક ગેમ ઝોન ચાલતું હોય ત્યાં સુધી તંત્રના કાન સુધી વાત ના પહોંચી. Firમાં મુખ્ય ગુનેગારોના નામ જોવા નથી મળતી. ફાયર વિભાગે પોતાની ફરજ જે છે તે નિભાવી જોઈએ. FIRમાં અધિકારીના નામનો ઉલ્લેખ કરવામાં આવે.
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાની ઘટનામાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજકોટના રેસકોર્ષ રીંગરોડ સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે કૉંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી. ટીઆરપી ગેમઝોનમાં મૃત્યુ પામેલા તમામને હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.