Rajkot Student Suicide Case | રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં 3 શિક્ષકો સામે અંતે ફરિયાદ દાખલ
રાજકોટ શાળા આત્મહત્યા કેસ: ત્રણ શિક્ષકો સામે ગુનો દાખલ
રાજકોટથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટમાં શાળામાં વિદ્યાર્થીની આત્મહત્યા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોટાવડા સરકારી શાળાના ત્રણ શિક્ષકો, જેમના નામ વિદ્યાર્થીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યા હતા, એ ત્રણેની સામે ગુનો દાખલ થયો છે. જેમાં બે શિક્ષિકા અને એક શિક્ષકનો સમાવેશ થાય છે.
રાજકોટ જિલ્લાની મોટાવડા શાળામાં ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. શિક્ષક તેને હેરાન કરતા હોવાનો આરોપ તેણે પોતાની સુસાઈડ નોટમાં લગાવ્યો હતો. જેમાં બે શિક્ષિકા અને એક શિક્ષકનું નામ પણ લખવામાં આવ્યું હતું. મોસમી, વિભૂતિ અને સચિન નામના શિક્ષકોની સામે પોલીસે આખરે ગુનો દાખલ કર્યો છે. આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીએ એક વિડીયો પણ બનાવ્યો હતો સુસાઈડ કરતાં પહેલા, જેમાં તેણે પોતાના પરિવારજનોને કેટલીક વાત કહી હતી. એક સુસાઈડ નોટ પણ લખી જેમાં તેણે શાળાના આ ત્રણ શિક્ષકોના નામ લખ્યા અને આ ત્રણેય શિક્ષકો તેને પરેશાન કરતા હોવાનો તેણે આરોપ લગાવ્યો.
પોલીસ દ્વારા તપાસના અંતે ત્રણે ત્રણ શિક્ષકો છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ધ્રુમિલ વરૂ નામનો જે વિદ્યાર્થી છે, મોટાવડા ગામ અત્યારે અમે પહોંચ્યા છીએ ત્યાં સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે. અહીંયાનું શિક્ષણ પણ ખૂબ ગામ લોકોના કહેવા મુજબ ખૂબ સારું છે. જે બે દિવસ પહેલા જે સ્કૂલના જે ધોરણ 11 માં ભણતો વિદ્યાર્થી છે, ધ્રુમિલ વરૂ, તેને આત્મહત્યા કરી લીધી હતી તે બાબતે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓએ તપાસ ગઈકાલે ટીમ આવી હતી. અને જે આજે ગઈકાલે લોધિકા પોલીસ છે તેમના દ્વારા ત્રણે ત્રણ શિક્ષકો છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અત્યારે સ્કૂલની અંદર દ્રશ્યો બતાવી રહ્યા છે કે સ્કૂલ બંધ નથી પરંતુ અંદરની તરફ પરીક્ષા હોવાના કારણે જે જોઈ શકાય છે સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. ત્રણ શિક્ષકો છે જેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીને ધમકી આપનાર જે મોસમી મેડમ, સચિન સર અને વિભૂતિ મેડમ આ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા. અને જે આગામી દિવસોની અંદર આ ત્રણે ત્રણ શિક્ષકો છે તેમની ધરપકડ પણ કરવામાં આવી શકે છે.
વિદ્યાર્થી જે ધ્રુમિલ વરુ છે તેમના પિતા ભરતભાઈ વરૂ છે તેમને ફરિયાદ નોંધાવી છે લોધિકા પોલીસ સ્ટેશનની અંદર અને સમગ્ર મામલાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગના જે અધિકારી છે તેમના દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્યારે પરીક્ષા ચાલુ છે, વિદ્યાર્થીઓ જે છે તે અંદરની તરફ છે જે કારણે આપણે અંદરની તરફ જઈ શકીએ નહીં. ગામના જે આગેવાનો છે તેમના દ્વારા પણ જે ગઈકાલે વાતચીત કરવામાં આવી હતી સાથે સાથે પોલીસ પાસે પણ પોલીસ દ્વારા પણ અલગ અલગ નિવેદનો લેવામાં આવ્યા હતા.
સમગ્ર મામલાને લઈને શિક્ષણ જગતની અંદર ખડભડાટ મચી ગયો છે અને શિક્ષણ વિભાગ દ્વારા પણ આ વાતને ગંભીરતા દાખવી અને આ આગળની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે વિદ્યાર્થીઓના જે પરિવારજનો છે તેમના દ્વારા પણ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્કૂલની અંદર અને બહાર કોઈપણ વ્યક્તિને પ્રવેશ નહીં તેવી પણ અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે.
લોધિકા તાલુકાનું આ મોટાવડા ગામ છે અને મોટાવડા ગામની અંદર જે બાજુમાં છાપરા ગામ આવેલું છે ત્યાંથી આ ધ્રુમીલ આવતો હતો. વિદ્યાર્થી હોશિયાર પણ હતો તેવી પણ વાત ગઈકાલે ગામ લોકો સાથે વાતચીત થઈ હતી. આ ત્રણ શિક્ષકો હેરાન કરતા હોવાની સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો સાથે સાથે વિદ્યાર્થીએ વિડીયો પણ બનાવ્યો હતો એટલે કે સમાજ માટે એક જે ખૂબ જ અલગ પ્રકારનો જે કિસ્સો આવ્યો છે તેને લઈને પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગના જે અધિકારી છે, જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા પણ અલગ અલગ ત્રણ લોકોની ટીમ હતી તેમના દ્વારા પણ રિપોર્ટ તૈયાર કરી અને જે સરકારને સુપરત કરવામાં આવશે. સાથે સાથે આગામી દિવસોની અંદર ખાતાકીય પગલા પણ શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા લેવામાં આવશે.