Rajkot Crime News: કાળી ચૌદશની રાત્રે રાજકોટ થયું રક્તરંજીત, આંબેડકરનગરમાં ત્રિપલ મર્ડરથી ખળભળાટ
રાજકોટમાં કાળી ચૌદશની રાત્રી બની કાળરાત્રી. જી હાર મોડી રાત્રે ત્રિપલ મર્ડરથી રંગીલું રાજકોટ થયું રક્તરંજીત.. શહેરના આંબેડકરનગરમાં એક સાથે ત્રણ હત્યા થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો. વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમારસઅને વિજય વશરામ પરમાર ( હત્યા કરી નાખવામાં આવી..તો સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટની પણ મોત થયું છે. ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બન્ને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા. ઘટનાની જાણ થતા જ ઉચ્ચર પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્તગોઠવી દેવાયો છે.




















