Rajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં, બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ
રાજકોટના ગુંદાવાડીમાં આવેલી પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં... હોસ્પિટલની બેદરકારીના કારણે મહિલાની રસ્તા પર પ્રસૂતિ કરાવી પડી હોવાનો મહિલાના પતિનો આરોપ... સ્ટાફે મહિલાના પતિને પહેલા કેસ કઢાવી લેવા કહ્યાનો દાવો.
રાજકોટની પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં. હોસ્પિટલની બેદરકારીના કારણે રસ્તા પર મહિલાની ડિલિવરી કરવી પડી. એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ...આરોપ છે કે, તબીબ અને હોસ્પિટલના સ્ટાફે મહિલાના પતિને પહેલા કેસ કઢાવી લેવા કહ્યું..ત્યાં સુધીમાં મહિલાને અતિશય પીડા શરૂ થતા હોસ્પિટલના લેબર રૂમ બહાર રસ્તા પર ડિલિવર કરવી પડી. સમગ્ર મામલે હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષકનું કહેવું છે કે, હાલ બાળક અને માતા સુરક્ષિત છે. શા માટે બહાર ડિલિવરી કરવી પડી તેને લઈને તપાસ ચાલી રહી છે. તો આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે પ્રસુતિ માટે દાખલ થયેલા બેન લેબર ટેબલ ઉપર હતા. બેડના અભાવે પ્રસૂતિ પ્રાંગણમાં થઈ તે વાત ખોટી છે.





















