Saurashtra News | સૌરાષ્ટ્ર-કચ્છ દૂધ ઉત્પાદક સંઘ માટે મોટા ખુશીના સમાચાર, જુઓ અહેવાલ
Saurashtra News | દેશના પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કરેલા નિર્ણયની વિગતો આપતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના, કેટલફીડ ફેક્ટરીની સ્થાપના, એરીયા સ્પેસિફિક મિનરલ મિક્ષર પ્લાન્ટની સ્થાપના, સાઇલેજ બેલીંગ યુનિટ હાર્વેસ્ટર કમ ચોપર સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘો માટે રાજ્ય સરકારે રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર કરી છે.





















