Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
તાપી: નાની ઉંમરમાં લોકોમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વાલોડ તાલુકાના ગોલણ ગામના 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. તાપી અને ડાંગ જિલ્લાની બોર્ડર નજીક આવેલ કાલીબેલ ગામ નજીકના કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયા હતા ત્યારે અચાનક છાતી માં દુખાવો ઉપડ્યો હતો. ગોલણ ગામના 28 વર્ષીય યુવક હાર્દિક ડાહ્યાભાઈ રાઠોડ અને તેમના ત્રણ મિત્રો કિલ્લા પર ટ્રેકિંગ કરવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. અચાનક છાતીમાં દુખાવો થતા કાલીબેલ ખાતેના દવાખાને લઇ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો.
જો તમે સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમોને ઘટાડવા માંગતા હો, તો બીપીને નિયંત્રણમાં રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. ખોરાકમાં મીઠું ઓછું કરો અને ફળો, લીલા શાકભાજી અને સલાડનું પ્રમાણ વધારવું. નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં.





















