Bordoli Lok Sabha Election | હનુમાનજી અને માતાના આશીર્વાદ લઈ ભાજપ ઉમેદવાર પ્રભુ વસવાએ શરુ કર્યો પચાર
Bordoli Lok Sabha Election | ભારતીય જનતા પાર્ટીના મહોડી મંડળએ 23 બરડોલી લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ પ્રભુ વસાવા પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને પ્રભુ વસાવાને ફરીથી 23 બારડોલી લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે 23 બારડોલી લોકસભા ના સાંસદ પરભૂ વસાવાએ આજથી ચૂંટણી ના પ્રચાર પ્રસાર શ્રી ગણેશ કર્યા છે. પ્રભુ વસાવા ના ધરમ પત્ની દ્વારા કંકુ ચોખા અને નારિયેળ આપી શ્રી ગણેશ કરાવ્યા હતા. પ્રભુ વસાવે પોતાના ગામ સાઠવાવ જઇ સ્વર્ગીય પિતા એવા પૂર્વ ધારાસભ્ય નાગર ભાઈ વસાવાની સમાધિ ઉપર ફૂલહાર અર્પણ કરી માતા ના આશીર્વાદ લઈ રૂપણ ગામે આવેલા હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી ચૂંટણી ના પ્રચાર ની શરૂઆત કરી હતી. 23 બરડોલી લોકસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી બાબતે પ્રશ્ન પૂછતાં પરભૂ ભાઈ જણાવ્યુ હતુ કે 2014 માં કોંગ્રેસ દિગ્ગજ નેતા તૃષાર ચૌધરી સાંસદ અને કેન્દ્રીય મંત્રી હતા છતાં તાપી જિલ્લા ની પ્રજાએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યકત કરી મને જંગી બહુમતી જીતાડયો હતો. વર્તમાન ચૂંટણી માં પરિસ્થિતિ બદલાય છે. તાપી જિલ્લાના ત્રણેય ધારાસભ્ય ભાજપ ના છે. તાલુકા, જિલ્લા પંચાયત પણ ભાજપની છે ત્યારે ચોક્કસ થી વર્તમાન ચૂંટણી માં પણ મતદારો ભારતીય જનતા પાર્ટી ને મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.