Fake Ghee Factory in Surat | ઘી ખરીદતા પહેલા સાવધાન! સુરત જિલ્લામાંથી નકલી ઘીના રેકેટનો પર્દાફાશ
સુરત જિલ્લામાંથી ફરી એકવાર ભેળસેળિયું ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શુક્રવારના સાંજના સમયે ઓલપાડ તાલુકાના માસમાં ગામે GIDC વિસ્તારમાં માહિતીના આધારે એક મિલમાં દરોડા પાડ્યા અને 69 લાખ રૂપિયાની કિંમતનું 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો. મિલમાં તપાસ કરતા અસલી ઘી, પામોલિન તેલ અને વનસ્પતિ ઘીની મિલાવટ કરી ભેળસેળયુક્ત ઘી બનાવી જનઆરોગ્ય સાથે ચેડા કરાતા હોવાનું સામે આવ્યું. પોલીસે મિલમાંથી મોટી માત્રામાં ભેળસેળયુક્ત ઘીનો જથ્થો, પામોલિન તેલનો જથ્થો, લેબલ લગાવેલા ઘી ભરેલા ડબ્બા, ખાલી ટીનના ડબ્બા, પેકિંગ માટેની સાધન સામગ્રી અને મશીનરીઓ જપ્ત કરી છે... પોલીસે કારખાનામાં હાજર બે લોકાની અટકાયત કરી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા આજ વિસ્તારમાંથી જીલ્લા LCBની ટીમે ભેળસેળયુક્ત ઘી બનાવતું કારખાનું ઝડપી લીધું હતું. હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલે ઘીના સેમ્પલના પરિક્ષણ માટે ફૂડ એંડ ડ્રગ્સ વિભાગ તેમજ ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લીધી છે.



















