Harsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'
Harsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'
રાજ્યમાંથી કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ પ્રાપ્ત થયું છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. સુરત પોલીસ દ્વારા સફળતાપૂર્વક કામગીરી પાર પાડવામાં આવી હોવાની પ્રતિક્રિયા તેમણે આપી. રાજ્યમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી, "ગુજરાત પોલીસ ડ્રગ સામે અભિયાન નહીં, એક જંગ લડી રહી છે." આ વાત તેમણે કહી. ગઈકાલે પકડેલા ડ્રગ્સને લઈને હર્ષ સંઘવીએ પોલીસને પણ શુભેચ્છા પાઠવી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગતરોજ 2100 ગ્રામ ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મેળવી હતી, જે બાદ ભરૂચ જિલ્લા સુધી પોલીસનું આ ઓપરેશન આગળ વધ્યું હતું. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરત પોલીસને શુભેચ્છા પાઠવી. "ગુજરાત પોલીસ ડ્રગ્સની સામને અભિયાન નહીં, પરંતુ એક જંગ લડી રહી છે." આ જંગને આગળ વધારતા સુરત પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાલે 2100 ગ્રામ જેટલું ડ્રગ્સ પકડવામાં એક મોટી સફલતા પ્રાપ્ત કરી છે. સુરત જિલ્લામાંથી આ ડ્રગ્સ પકડ્યા બાદ એની ટ્રેલ એટલે કે ભરૂચ જિલ્લા સુધી પોલીસનું આ ઓપરેશન આગળ વધ્યું છે. અને સુરત પોલીસ દ્વારા આ કામગીરી ખૂબ જ સફળતાપૂર્વક કાલે પાર પાડવામાં આવી છે. છેલ્લા અનેક દિવસોથી સુરત પોલીસ દ્વારા વોજ ગોઠવવામાં આવેલી હતી અને એના અંતે અનેક યુવાનોનું જીવન બચાવવાનું કામ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. "હું પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું," એમ તેમણે કહ્યું.