Surat Railway Station Crowd: સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો રઝળ્યા, ભીડને લઈ અધિકારીઓ થયા દોડતા
Surat Railway Station Crowd: સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો રઝળ્યા, ભીડને લઈ અધિકારીઓ થયા દોડતા
સુરત રેલવે સ્ટેશન પર ભીડને લઈને અધિકારીઓ દોડતા થયા. વધારાની ટ્રેન અંગે DRM પાસે કોઈ જવાબ નહીં. ગઈકાલે ટિકિટ ખરીદી હોવા છતા મુસાફરો જઈ શકતા નથી. રેલવે સ્ટેશન પર એક કિલોમીટર લાંબી લાઈન. 24 કલાકથી મુસાફરો લાઈનમાં ઊભા છે. દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈ ઉત્તર ભારતના લોકો મોટી સંખ્યામાં સુરતથી વતન જઈ રહ્યા છે. જોકે, ટ્રેનને અભાવે મુસાફરો છેલ્લા 24 કલાકથી રેલવે સ્ટેશન પર રઝળી રહ્યા છે. જેને કારણે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. જોકે, અધિકારી પાસે વધારાની ટ્રેનને લઈ કોઈ જવાબ નથી. તેઓ એમ કહી રહ્યા છે કે, આ અંગે અમે માહિતી આપવા સક્ષમ નથી.





















