Surat News : વિદ્યાર્થીના જન્મદિવસ પર સાથી વિદ્યાર્થીએ માર્યા પટ્ટા: સુરતની SVNIT કોલેજનો વાયરલ વીડિયો
વિદ્યાર્થીને પડી રહ્યા છે પટ્ટા પર પટ્ટા...બાકીના બધા જોઈ રહ્યા છે ફક્ત તમાશો.. દ્રશ્યો સુરતની SVNIT કોલેજ કેમ્પસના છે. જ્યાં જન્મદિવસની ઉજવણી કરતા સાથી વિદ્યાર્થીઓ પટ્ટા મારતો વીડિયો વાયરલ થયો. ધ્રુવ ઠાકુર નામના વિદ્યાર્થીને શાશ્વત ઠાકુર નામનો વિદ્યાર્થી પટ્ટા મારી રહ્યો છે. વાયરલ વીડિયો અંગે અન્ય વિદ્યાર્થીઓનું કહેવું છે કે SVNITમાં જન્મ દિવસ અને પ્લેસમેન્ટની ઉજવણીમાં પટ્ટા મારવાનો રિવાજ છે. આ વીડિયો વાયરલ થતા યુનિવર્સિટીના સત્તાધીશો એક્શનમાં આવ્યા. ડિરેક્ટરનું કહેવુ છે કે આ રેગિંગ નહીં પણ રમત છે.. બંન્ને વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છતા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.. હાલ શાશ્વતનું નિવેદન લેવાયુ છે. બે દિવસ બાદ ધ્રુવનું નિવેદન લેવાશે. અને જો કોઈ કસૂરવાર હશે તો કાર્યવાહી કરાશે.





















