(Source: Poll of Polls)
NEET Exam Controversy | ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડમાં આરોપીના જામીન નામંજૂર
NEET Exam Controversy | ગોધરા NEET ની પરીક્ષામાં ચોરી ના ષડયંત્ર રચવા ના કેસના મામલો . મુખ્ય આરોપીના જામીન ના મંજૂર કરતી ગોધરા ચીફ કોર્ટ . NEET ની પરીક્ષામાં ચોરી કરાવવાના કેસના મુખ્ય આરોપી પરસોત્તમ શર્માની નિયમિત જામીન અરજી ગોધરા ચીફ કોર્ટે ફગાવી . જિલ્લા સરકારી વકીલ રાકેશ ઠાકોરની ધારદાર દલીલોને ધ્યાને લઈને કોર્ટે જામીન કર્યા ના મંજૂર. પરસોતમ શર્માની નિયમિત જામીન અરજી ફગાવી કોર્ટે ટાંક્યું કે NTA દ્વારા પરસોતમ શર્માની પરીક્ષાના સીટી કોર્ડીનેટર બનાવવામાં આવ્યા હોય ત્યારે આ પ્રકારની ગેરરિતી એ સિસ્ટમને તોડવાની વૃત્તિ બરાબર છે . પરીક્ષામાં આ પ્રકારની ગેરરિતી આચરી વધુ માર્ક મેળવી ડોકટર બનવું તે પણ સમાજ માંટે ઘાતક . ગોધરા પોલીસ ને તપાસમાં સહયોગ ન કરતા હોવાનું ચીફ કોર્ટ દ્વારા NTA ને કરી ટકોર. આ અગાઉ પણ આ કેસના અન્ય આરોપી તુષાર ભટ્ટની નિયમિત જામીન અરજી પણ કોર્ટે દવારા ફગાવી હતી.