Vadodara : બળાત્કાર કેસના આરોપીની ઓડિયો ક્લિપ વાયરલ, યુવતીની તસવીરો મોકલવા મુદ્દે શું કહ્યું?
વડોદરાઃ હરીયાણાની યુવતી પર દુષ્કર્મના મામલામાં નવો વળાંક આવ્યો છે. દુષ્કર્મ કેસમાં બદનામ કરી બુટલેગર અલ્પુ સિધીનું પૈસા પડાવવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ આરોપી અશોક જૈન દ્વારા કરવામાં આવ્યો છે. યુવતીના મિત્ર અલ્પુ સિધીની ઓડીયો ક્લિપ વાયરલ થઈ છે. અલ્પુ સિંધી આરોપી અશોક જૈનને ફોન કરી ધમકી આપી રહ્યો છે. અન્ય એક ઓડીયોમાં અજાણ્યો ઈસમ વિડયો વાયરલ કરી દેવાની ધમકી આપી રહ્યો છે. મયંકભાઈ સાથે વાત કરી લેજો નહી તો વિડિયો વાયરલ કરી દઈ તેવી ધમકી આપી હતી.
ઓડિયો ક્લિપમાં અલ્પુ અશોક જૈનને કહેતો સંભળાય છે કે, તેમણે યુવતીની અશ્લીલ તસવીરો તેને મોબાઇલ પર મોકલી હતી. જોકે, અશોક જૈન પોતે આવી કોઈ તસવીરો ન મોકલી હોવાનું અને આવું કંઇ કર્યું ન હોવાનું કહેતા સાંભળી શકાય છે. આ સમયે અલ્પુ તેમની સાથે ગાળાગાળી કરી રહ્યો છે અને યુવતી પાસે પણ આ ફોટા હોવાનું કહેતો સંભળાય છે. તેમજ યુવતી ફરિયાદ કરવા માંગે છે, તેમ પણ કહી રહ્યો છે.