શોધખોળ કરો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં પદનો દુરુપયોગ થતો હોવાનો પૂર્વ ક્રિકેટરે લગાવ્યો આરોપ?
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં લાભના પદનો દૂરઉપયોગ થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડે લગાવ્યો હતો. સાથે તેણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને BCCIમાં ફરિયાદ પણ કરી હતી. જે અનુસાર હોદ્દેદારો પોતાની માલિકીની હોટલમાં જ ટીમને ઉતારી મોટા બિલ બનાવવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિશનના પ્રમુખ પદે પૂર્વ પ્રમુખ નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ તો ટ્રેઝરર તરીકે પૂર્વ ખજાનચી નીતિન રાયચુરાના પુત્ર શ્યામ રાયચુરા છે. રાયચુરા પરિવાર જ હોટલ ફર્નનું સંચાલન કરે છે અને ત્યાં જ વિઝીટીંગ ક્રિકેટરને ઉતારાતો હોવાનો આરોપ લગાવાયો છે. તો BCCI તરફથી આયોજિત અલગ અલગ ટુર્નામેંટમા પણ બધી ટીમને હોટલ ફર્નમાં જ ઉતારો અપાતો હોવાનો પૂર્વ ક્રિકેટરે દાવો કર્યો હતો.
આગળ જુઓ





















