કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા કૌભાંડ પછી ફેસબુકની બ્રાન્ડ વેલ્યુ 6 ટકા ઘટી છે અને તે ટોપ બ્રાન્ડની યાદીમાં 9માં નંબરે આવી ગઈ છે.
2/3
એપલની બ્રાન્ડ વેલ્યુમાં 16 ટકાનો વધારો થયો છે. તે 184 અબજ ડોલરથી 214.5 અબજ ડોલર એટલે કે 15.79 લાખ કરોડ થઈ ગઈ છે. એપલ અમેરિકાની પહેલી એવી કંપની છે જેની માર્કેટ કેપ એક લાખ કરોડ ડોલર છે. બીજા નબંરે આવેલી ગૂગલની વેલ્યુ 10 ટકા વધારા સાથે 155.5 અબજ ડોલર થઈ ગઈ છે. 100.8 અબજ ડોલરની કિંમત સાથે એમેઝોન ત્રીજા નંબરે છે.
3/3
નવી દિલ્હી: ગૂગલને પાછળ મુકીને એપલ દુનિયાની ટોપ બ્રાન્ડ બની ગઈ છે. ડેટા ચોરીના વિવાદના કારણે ફેસબુક 8માં ક્રમ પરથી 9માં ક્રમે પહોંચી ગયું છે. ગુરૂવારે પ્રકાશિત વિશ્વની ટોચની 100 બ્રાન્ડ અંગેના એક રિપોર્ટમાં આ આંકડા બહાર આવ્યા છે. ગ્લોબલ બ્રાન્ડ કન્સલ્ટન્સી ઈન્ટરબ્રાન્ડના વિશ્વની ટોચની 100 બ્રાન્ડ્સ 2018 નામના રિપોર્ટમાં અમેઝોન કંપની 56 ટકાના ગ્રોથ સાથે વિશ્વની ત્રીજા ક્રમની ટોચની બ્રાન્ડ બની ગઈ છે.