શોધખોળ કરો
PICS: આ ગુજરાતી મહિલા એકલપંડે કાર ડ્રાઈવ કરી UKથી આવશે ભારત, 32,000કિ.મી કાપશે અંતર
1/5

43 વર્ષીય ભારૂલતાની આ મુસાફરીનો તમામ ખર્ચો તેમના પતિ ભોગવવાના છે. જ્યારે આગળ જતાં તેમને જે કંઈ પણ ડોનેશન મળશે તે તેઓ યુકેમાં ચેરિટીમાં આપશે.
2/5

કાંબલેએ જણાવ્યું કે દિલ્લી પહોંચે ત્યારે પીએમ મોદી અને સીએમ કેજરીવાલ તેમનું સ્વાગત કરી શકે છે. જ્યારે મહારાષ્ટ્રમાં તેમને સીએમ ફડણવીસ વેલકમ કરી શકે છે.
3/5

ભારૂલતા આ જર્નીમાં પોતાના પરિવાર માટે પણ સમય કાઢશે. તેમના પતિ અને બે દિકરાઓ તેઓ જ્યાં સુધી યુરોપમાં મુસાફરી કરી રહ્યા હશે ત્યારે ફ્લાઈટમાં અઠવાડિયામાં એક વાર જે તે જગ્યાએ જઈને તેમને મળશે. કાંબલે તેમની આ યાત્રાને મહદમાં પૂર્ણ કરશે. ભારૂલતાએ કહ્યું કે, મારો જન્મ ગુજરાતના નવસારીમાં થયો હતો. જ્યારે મારા પતિ વતન રાયગઢના મહદના છે.
4/5

ભારૂલતા લ્યુટન ટાઉનના ઈંડિયન ક્રિકેટ ક્લબથી 28 ઓગસ્ટથી પોતાની મુસાફરી શરૂ કરશે. અને 75 દિવસ બાદ તે ભારત આવશે. ભારૂલતા પહેલા એવા મહિલા છે જે આર્કટીક સર્કલમાં એક સોલો ડ્રાઈવર તરીકે 32,000 કિમીનું અંતર આટલા ઓછા દિવસોમાં કાપશે. આ આખી મુસાફરીમાં ભારૂલતા કોઈ પણ બેકઅપ ટીમ કે બેકઅપ વાહન વિના આર્કટિક સર્કલ, બે ખંડ, છ ટેરેટોરિઝ, 9 ટાઈમ ઝોન, 3 રણ, 9 પર્વત માળાઓ અને 32 દેશોને કવર કરશે. ભારૂલતા આ સફર બીએમડબ્લ્યપ X3માં કરશે.
5/5

પુણે: મૂળ ભારતીય અને બ્રિટિશ નાગરિક ભારૂલતા કાંબલે એક વિશ્વવિક્રમ સર્જવા માટે સજ્જ થયા છે. ભારૂલતા 32 હજાર કિમીની રોડટ્રીપ કરીને 32 દેશોની સફર કરીને લ્યુટન ટાઉનથી 75 દિવસ ગાડી ડ્રાઈવ કરીને ભારત આવશે. આ યાત્રાઓ ભારૂલતા એકલા જ કરશે. ભારૂલતા કાંબલે મૂળ ગુજરાતી છે અને તેમના લગ્ન મરાઠી પરિવારમાં થયા છે. તેઓ આ ડ્રાઈવ સ્ત્રી શિક્ષણ અને સશક્તિકરણ અંગે જાગૃતતા લાવવા કરી રહ્યા છે.
Published at : 26 Aug 2016 12:05 PM (IST)
View More
Advertisement





















