આ શો બાદ તે માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવી લેશે તેમ માનવામાં આવતું હતું પરંતુ કંઈ ન થયું. એક પડોશીએ પોલીસને એવા અહેવાલ આપ્યા હતા કે વનીસાની માનસિક હાલત પહેલા કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ છે.
2/4
ગોળી માર્યા બાદ પોલીસને વનીસાના હાથમાં રહેલી બંદૂક અસલી નહીં પણ રમકડાંની હોવાની ખબર પડી હતી. વનીસા 2005થી બીમાર હતી અને ડિપ્રેશનનો સામનો કરતી હતી. જેના કારણે તેણે શોપિંગ એડિક્શન પણ થઈ ગયું હતું. આ વાતનો ખુલાસો વનીસાએ વર્ષ 2005માં આવેલી એક ટીવી સીરિઝ ઇન્ટરવેન્શનમાં કર્યો હતો.
3/4
કેલિફોર્નિયાઃ જાણીતી હોલીવુડ એક્ટ્રેસ વનીસા માર્કેઝ દ્વારા પોલીસને રમકડાંની બંદૂક દેખાડવામાં આવ્યા બાદ દક્ષિણ કેલિફોર્નિયા પોલીસે તેને ગોળી મારી દીધી હતી. મળતી માહિતી મુજબ પોલીસ પૂછપરછ માટે વનીસાના સાઉથ પાસાડેના સ્થિત ઘરે પહોંચી હતી. જ્યાં પોલીસ અને વનીસા વચ્ચે આશરે 1.5 કલાક વાતચીત ચાલી હતી. આ દરમિયાન વનીસાએ તેની રમકડાંની બંદૂક નીકળીને પોલીસ તરફ તાંકી હતી. જે બાદ પોલીસે વનીસાને શૂટ કરી દીધી.
4/4
વનીસાએ અનેક શોમાં કામ કર્યું હતું. સૌથી પહેલા તે 1988માં આવેલી ટીચર ડ્રામ ફિલ્મ સ્ટાન્ડર્ડ એન્ડ ડેલિવરમાં ડોવા મળી હતી. આ ઉપરાંત તે 1994થી 1997 સુધી જાણીતી ટીવી સીરિઝ ઈઆરનો હિસ્સો રહી હતી.