Summer Crop: રાજ્યમાં બમ્પર 100 ટકાની ઉપર પહોંચ્યુ ઉનાળું વાવેતર, સરકારે જાહેર કરી ખાસ એડવાઇઝરી
રાજ્યમાં આ વર્ષે બમ્પર ઉનાળુ પાક થયો છે. મળતી માહિતી પ્રમાણે, આ વર્ષે રાજ્યમાં માત્ર ઉનાળાની સિઝનમાં પાકોની ટકાવારીનો આંકડો 100 ટકાને પાર પહોંચ્યો છે

Summer Crop Season: રાજ્યમાં અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, રાજ્યમાં ઠેર ઠેર ઉનાળુ પાકની બમ્પર આવક થઇ રહી છે. રાજ્યમાં આ વર્ષે બમ્પર ઉનાળુ પાક ઉગ્યો છે, જેને લઇને હવે સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના ખેતી નિયામકે ખેડૂતો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરીને યોગ્ય જાળવણી કરવાની સલાહ આપી છે.
રાજ્યમાં આ વર્ષે બમ્પર ઉનાળુ પાક થયો છે. મળતી માહિતી પ્રમાણે, આ વર્ષે રાજ્યમાં માત્ર ઉનાળાની સિઝનમાં પાકોની ટકાવારીનો આંકડો 100 ટકાને પાર પહોંચ્યો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં ખેતી નિયામકે ખેડૂતો માટે એક ખાસ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે, અને આ ગરમીમાં પાકની યોગ્ય જાળવણી અને સાચવણી કરવાની સલાહ આપવામાં આવી છે. આ વર્ષે રાજ્યમાં ઉનાળુ પાકનું 103 ટકા બમ્પર વાવેતર પહોંચ્યુ છે. રાજ્યમાં 11.48 લાખ હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયુ છે. ગુજરાતમાં મગફળી, ડાંગર, બાજરીનું આ વર્ષે 100 ટકા કરતા વધુ વાવેતર થયું છે. આ ઉપરાંત મકાઈ, અડદ સહિત અને પાકોનું 100 ટકાથી વધુ વાવેતર થયું છે. ખેતી નિયામકે ખેડૂતો માટે એડવાઈઝરી જાહેર કરીને ગરમીમાં પાકની યોગ્ય જાળવણી, કાળજી લેવા સલાહ આપી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
