શોધખોળ કરો

Vegetablen : આ છે ભારતની સૌથી મોંઘી શાકભાજી, 1 કિલોના ભાવ બદામ-પિસ્તા કરતા યે વધુ

આ શાકભાજીની કિંમત એટલી વધારે છે કે તમે આનાથી ઓછા ભાવે બદામ, પિસ્તા અને કાજુ ખરીદી શકો છો. આ શાકભાજીનું નામ સાંગ્રી છે. ચાલો જાણીએ આ શાક આટલું મોંઘું કેમ વેચાય છે.

Indias Most Expensive Vegetable : ભારતના જુદા જુદા રાજ્યોમાં વિવિધ પ્રકારની શાકભાજી ઉપલબ્ધ છે. તેમની ઉપજ અને માંગ પ્રમાણે તેમની કિંમત પણ બદલાય છે. અમુક શાકભાજી બહુ સસ્તા હોય છે તો અમુક શાકભાજીની કિંમત ઘણી વધારે હોય છે. આવી જ એક શાકભાજી રાજસ્થાનમાં જોવા મળે છે. આ શાકભાજીની કિંમત એટલી વધારે છે કે તમે આનાથી ઓછા ભાવે બદામ, પિસ્તા અને કાજુ ખરીદી શકો છો. આ શાકભાજીનું નામ સાંગ્રી છે. ચાલો જાણીએ આ શાક આટલું મોંઘું કેમ વેચાય છે.

સાંગરી આટલી મોંઘી કેમ વેચાય છે?

રાજસ્થાનમાં પ્રચલિત આ શાકભાજીને કેટલાક લોકો સાગરી તરીકે ઓળખે છે તો કેટલાક લોકો તેને સ્થાનિક ભાષામાં સાંગરી કહે છે. તે ખાસ કરીને રાજસ્થાનના ચુરુ અને શેખાવતી વિસ્તારમાં જોવા મળે છે. આ દિવસોમાં રાજસ્થાનમાં આ શાકભાજીની કિંમત 1200 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. જો કે, જ્યારે તેની ઉપજ વધુ હોય છે, ત્યારે તે 700 થી 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જો કે, એક સામાન્ય ભારતીય પરિવાર માટે 700 થી 800 રૂપિયા પ્રતિ કિલોની કિંમતની શાકભાજી પણ ઘણી મોંઘી હોય છે.

કિંમત આટલી ઊંચી કેમ? 

આ શાકભાજીના ભાવ આ દિવસોમાં બમણા થઈ ગયા છે. તેની પાછળનું કારણ ખેડૂતો એક રોગ હોવાનું જણાવી રહ્યા છે. આ રોગને ગીલ્ડુ રોગ કહેવાય છે. સાંગરીમાં ગિલ્ડુ રોગને કારણે તેની ઉપજ અડધી થઈ ગઈ. જેના કારણે બજારમાં તેની કિંમત બમણી થઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ત્રણ વર્ષ પછી આવું બન્યું છે જ્યારે આ શાકભાજીની કિંમત બદામ અને કાજુ કરતા પણ વધી ગઈ છે.

શું છે આ શાકની વિશેષતા?

સાંગરીનું શાક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેને ઇમ્યુનિટી બૂસ્ટર પણ કહેવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ શાકભાજીમાં આયર્ન, ઝિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફાઈબર અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એવું કહેવાય છે કે, અઠવાડિયામાં માત્ર એક જ વાર આ શાક ખાવાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહે છે.

Agri Innovation : આ ટેક્નિક અપનાવી ખેડૂતે ઉગાડી શાકભાજી, કમાય છે લાખો રૂપિયા

દેશની ખેતીલાયક જમીનનો મોટો હિસ્સો પરંપરાગત પાકો દ્વારા આવરી લેવામાં આવ્યો છે. પરંતુ વધતા આબોહવા પડકારો વચ્ચે નુકસાન વધી રહ્યું છે અને ખેડૂતો યોગ્ય આવક મેળવવામાં અસમર્થ છે. આ પાકો પણ લાંબા ગાળાના છે તેથી ટૂંકા ગાળાના બાગાયતી પાકો તરફ કોણ વળે છે. તેઓને તેમની ખેતી માટે સરકાર તરફથી અનુદાન મળે છે એટલું જ નહીં, નવી ટેક્નિકનો ઉપયોગ કરીને ઉત્પાદન પણ સારું થવા લાગે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget