વડાપ્રધાનના હસ્તે ટ્રાયલ રનના પ્રારંભ બાદ માર્ચ 2019 સુધીમાં મેટ્રો ટ્રેન મુસાફરોની સેવા માટે ખુલ્લી મુકવામાં આવશે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક છ સ્ટેશનો, વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી અને એપરલ પાર્કને આવરી લેવામાં આવશે.
3/5
મેં મહિનાના અંત સુધીમાં એપીએમસીથી પાલડી સુધીના રૂટ પર પણ મેટ્રોનો ટ્રાયલ રન શરૂ કરવાની યોજના છે. જ્યારે 2019ના અંત સુધીમાં મોટેરા સુધી મેટ્રો શરૂ કરવાનો પ્લાન છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રથમ તબક્કા માટે 17મી જાન્યુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના ટ્રાયલ રનનો પ્રારંભ કરવામાં આવશે.
4/5
મેટ્રો રેલના પ્રથમ તબક્કાનો વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 6.5 કિમીના એલિવેટેડ રૂટ પર પ્રારંભ કરાવવામાં આવશે. પહેલાં ત્રણ કોચની એક ટ્રેન દોડાવવામાં આવશે. સેફ્ટી કમિશનરની મંજૂરી બાદ માર્ચ અંતમાં સામાન્ય નાગરિકો પણ મેટ્રોમાં મુસાફરીનો આનંદ મેળવી શકશે.
5/5
અમદાવાદીઓ મેટ્રો ટ્રેનની રાહ જોઈને બેઠા છે. ત્યારે મેટ્રો ટ્રેનનાં પ્રથમ 3 કોચ અમદાવાદ આવી ગયા છે. 15 જાન્યુઆરી બાદ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી ટ્રાયલ કરાવવામાં આવશે. માર્ચનાં અંત સુધીમાં અમદાવાદીઓ આ મેટ્રોનો આનંદ માણી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવશે.