હાર્દિકે ઉપવાસીઓને પારણાં કરાવ્યાં બાદ ઉપવાસી પૂર્વ કાઉન્સિલર જગદીશભાઈ સોલંકી, પ્રવિણભાઈ સોલંકી, મહર્ષિ પટેલ, અલ્પેશ પુરોહિત, પાસના કન્વીનર ભરતભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ઘરના ભૂવા અન ઘરના ડાકલા જેવું છે. કલેક્ટર કોઇ પગલા ના લેતો તમારે માટી તળાવ કૌભાંડને હાઈકોર્ટમાં લઈ જજો. પાસ તમારી લડતમાં તમારી સાથે છે. તમારી લડત ચાલુ રાખજો.
2/6
અમારી સામેના કેસો પાછા ન ખેંચવા હોય તો પછી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસો ચલાવી દેવા જોઈએ. પાટીદાર પંચાયત હાજર નહીં રહેનાર નેતાઓ પછી જાહેરમાં ઝભ્ભા ફાટી શકે છે.
3/6
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 26મી મેએ ધાંગ્રધાના મોટી માલવણ ખાતે પાટીદાર મહાપંચાયત યોજાવાની છે. તેના માટે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પત્ર લખીને પાટીદાર ધારાસભ્યોને પાટીદાર પંચાયતમાં મોકલવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અનામત આંદોલન દરમિયાન પાટીદાર અગ્રણીઓ સામે દેશદ્રોહના કેસો પાછા ખેંચવાની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે.
4/6
ગુજરાતમાં એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે. તેના કારણે ધીમે ધીમે દાદાગીરી વધતી જાય છે. સરદારની ભૂમિની માટી વેચાતી હોય તે દુ:ખદ બાબત છે. ભાજપને સરદાર સાહેબ માટે કોઈ લાગણી નથી તે સરદારના નામે રાજકારણ રમી રહ્યા છે.
5/6
કરમસદ નાગરિક સમિતિના નેજા હેઠળ ઉપવાસ કરી રહેલા ઉપવાસીઓના મંગળવારે સાંજે હાર્દિક પટેલે પારણાં કરાવ્યાં હતાં. ત્યાર બાદ જણાવ્યું હતું કે, કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવા ઉપવાસ આંદોલન છેડાયું હતું. ત્યારે ભાજપના જીતુભાઈ વાઘાણી આવીને લોલીપોપ આપી દીધી છે. જ્યારે કરમસદના ચૂંટાયેલા પાલિકાના કાઉન્સિલરોને ઉપવાસ પર બેસવું પડ્યું છે.
6/6
આણંદ: છેલ્લા કેટલાય દિવસથી સરદારની ધરતી પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલે મંગળવારે મુલાકાત લીધી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારા સાળા સરદારના વતનની માટી વેંચીને ખાઈ ગયા છે. સરદારની કર્મભૂમિની માટી ગેરકાયદે વેચાઈ હોય તો તેની તપાસ થવી જોઈએ. આ દુ:ખદ બાબત છે. સુજલામ સુફલામના નામે તળાવ ઉંડા કરીને મળતિયાઓને માટી વેચી રહ્યા છે. માટીના નાણાંમાંથી શહેરના વિકાસ માટે કામો કરવાને બદલે ભ્રષ્ટાચારનું કાવતરું થઇ રહ્યું છે. કોઈને ખબર ન પડે તેમ ભાજપ સાયલેન્ટ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે.